ફુગાવા સામે SIP શ્રેષ્ઠ વિકલ્પ, છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 13% રિટર્ન
ફુગાવા સામે SIP શ્રેષ્ઠ વિકલ્પ, છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 13% રિટર્ન
Published on: 24th August, 2026

વડોદરા ખાતે આયોજિત મ્યુચ્યુઅલ ફંડ સેમિનારમાં આદિત્ય બિરલા સનલાઇફના શૈલેન્દ્ર દીક્ષિતે જણાવ્યું કે, વધતા ફુગાવાનો સામનો કરવા માટે SIP (Systematic Investment Plan) શ્રેષ્ઠ વિકલ્પ છે. છેલ્લા 10 વર્ષમાં SIP દ્વારા રોકાણ કરનારાઓને સરેરાશ 13% રિટર્ન મળ્યું છે. દર મહિને 31,000 કરોડ રૂપિયા SIP દ્વારા બજારમાં આવી રહ્યા છે. આગામી 3 વર્ષમાં SIP રોકાણ 12 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનું અનુમાન છે. વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે પણ SIPએ રોકાણકારોને ફાયદો કરાવ્યો છે.