રસ્તો બન્યા પછી તંત્રને ઘરનાળું યાદ આવ્યું, બેદરકારી ચરમસીમાએ.
રસ્તો બન્યા પછી તંત્રને ઘરનાળું યાદ આવ્યું, બેદરકારી ચરમસીમાએ.
Published on: 17th June, 2026

સુરેન્દ્રનગરના દૂધરેજ-ખોડુ માર્ગ પર લાખો રૂપિયા ખર્ચી RCC રોડ બન્યાના થોડા દિવસોમાં જ સ્મશાન પાસેનું નાળું તોડી પાડવાનો કિસ્સો ચર્ચામાં છે. તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી તથા અણઘડ આયોજનને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે આક્રોશ છે. જાહેર જનતાના ટેક્સના નાણાંનો વેડફાટ થતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આયોજકો અને કોન્ટ્રાક્ટરોને રસ્તો બન્યા પછી જ નાળું તોડવાનું યાદ આવતાં, અત્યંત સાંકડા ડાયવર્ઝનથી ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય છે.