ગુજરાતમાં 'NEET-UG'ની પરીક્ષા માટે ચાંપતો બંદોબસ્ત.
ગુજરાતમાં 'NEET-UG'ની પરીક્ષા માટે ચાંપતો બંદોબસ્ત.
Published on: 17th June, 2026

ગુજરાતમાં ૨૧ જૂનના રોજ યોજાનારી NEET-UG મેડિકલ પ્રવેશ પરીક્ષાને પારદર્શક અને ગેરરીતિ મુક્ત રાખવા માટે ગુજરાત પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. DGP જી.એસ. મલિકની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ IGP મકરંદ ચૌહાણને 'સ્ટેટ નોડલ ઑફિસર' નિયુક્ત કરાયા છે. પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત સાથે આસપાસની ઝેરોક્ષ દુકાનો અને સોશિયલ મીડિયા પર બાજ નજર રખાશે. ૧૯થી ૨૧ જૂન દરમિયાન રાત્રિ પેટ્રોલિંગ સઘન કરાશે. ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ હોવાથી બંને મહત્વપૂર્ણ આયોજનો માટે અલગ-અલગ પોલીસ સ્ટાફ ફાળવીને પૂરતી તકેદારી રાખવા આદેશ અપાયા છે.