ચૂંટણી પંચના 'સર' અંગેના તમામ નિર્ણયો ત્રણેય કમિશનરોની સર્વસંમતિથી
ચૂંટણી પંચના 'સર' અંગેના તમામ નિર્ણયો ત્રણેય કમિશનરોની સર્વસંમતિથી
Published on: 27th September, 2026

'સર' પ્રક્રિયામાં મનમાની અને વોટચોરીના આરોપો વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અન્ય બે કમિશનરો સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશી સાથે બેઠક યોજી વિસ્તૃત સ્પષ્ટતા કરતું નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં દાવો કરાયો છે કે 'સર' સંબંધિત તમામ નિર્ણયો અને આદેશ ત્રણેય કમિશનરોની સંમતિ બાદ જ લેવાયા હતા, જેમાં સર્વસંમતિ હતી. આ સ્પષ્ટતા બાદ કોંગ્રેસે ડેમેજ કન્ટ્રોલના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો.