મહાનગરપાલિકા કર્મચારીઓની આંતરિક બદલી
મહાનગરપાલિકા કર્મચારીઓની આંતરિક બદલી
Published on: 27th September, 2026

રાજ્યની 17 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં વતનથી દૂર ફરજ બજાવતા કર્મચારીઓને 'ઇન્ટર-કોર્પોરેશન ટ્રાન્સફર'નો લાભ મળે તે માટે કરવામાં આવેલી રજૂઆત પર શહેરી વિકાસ વિભાગે તેને નીતિ વિષયક બાબત ગણાવી છે. સરકાર આ મુદ્દાના વિવિધ પાસાંઓને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાદ અનેક કર્મચારીઓ પોતાના વતનથી 400-500 કિ.મી. દૂર નોકરી કરે છે, જેના કારણે આર્થિક અને માનસિક બોજ પડે છે. પંચાયત, શિક્ષણ, પોલીસ જેવા વિભાગોની જેમ મ્યુનિસિપલ કર્મચારીઓ માટે પણ સમાન બદલી નીતિ બનાવવાની માગ છે.