મુખ્યમંત્રીએ ડભોડાના રણછોડરાય મંદિરે ઉજવી જન્માષ્ટમી
મુખ્યમંત્રીએ ડભોડાના રણછોડરાય મંદિરે ઉજવી જન્માષ્ટમી
Published on: 05th September, 2026

ગાંધીનગર જિલ્લાના ઐતિહાસિક ડભોડા ગામમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિતિ લગાવી. તેમણે પ્રસિદ્ધ શ્રી રણછોડરાય મંદિરે ભગવાનના દર્શન કર્યા અને રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. મુખ્યમંત્રીએ શહેરી ઉજવણીઓથી અલગ, ગ્રામીણ પરિસરમાં પરંપરાગત રીતે તહેવાર ઉજવી સૌને આનંદિત કર્યા. આ વખતે તેમણે ઈસ્કોન મંદિરને બદલે ડભોડા ગામ પસંદ કરીને નવી પહેલ કરી. સીએમની ઉપસ્થિતિથી સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.