ગુજરાત સરકારી કર્મચારીઓનું 15 દિવસનું અલ્ટીમેટમ
ગુજરાત સરકારી કર્મચારીઓનું 15 દિવસનું અલ્ટીમેટમ
Published on: 06th October, 2026

રાજ્યમાં ખેડૂતો અને આંગણવાડી કાર્યકરો બાદ હવે સરકારી કર્મચારીઓએ પણ પોતાના પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે સરકારની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરીને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો માંગણીઓ નહીં સંતોષાય તો રાજ્યભરના સરકારી કામકાજ ઠપ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ફિક્સ પગાર પ્રથા બંધ કરવી, જૂની પેન્શન યોજના લાગુ કરવી, સમયસર પ્રમોશન, ખાલી જગ્યાઓ ભરવી, અને પંચાયત, બોર્ડ-નિગમ, નગરપાલિકાના કર્મચારીઓને સમાન દરજ્જો આપવાનો સમાવેશ થાય છે.