બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન
બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન
Published on: 19th August, 2026

ગુજરાત સરકારે બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા મોટો નિર્ણય લીધો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે 'વિદેશ અભ્યાસ લોન યોજના' માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6 લાખથી વધારીને રૂપિયા 10 લાખ કરી દીધી છે. આ નિર્ણયથી બિનઅનામત વર્ગના વધુ વિદ્યાર્થીઓ લોન સહાયનો લાભ મેળવી શકશે. 18 ઑગસ્ટ 2026થી અમલમાં આવનાર આ સુધારા મુજબ, 10 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા વિદ્યાર્થીઓ લોન માટે પાત્ર બનશે.