રાજ્યસભા ચૂંટણી: ભાજપના ચાર ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે
રાજ્યસભા ચૂંટણી: ભાજપના ચાર ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે
Published on: 08th June, 2026

ગુજરાતની રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો માટે આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે. ભાજપે જાહેર કરેલા ઉમેદવારો, રાજુ શુક્લ, જીતેન્દ્ર કણઝારિયા, ડો. મુકેશ રાઠવા અને માનસિંહ પરમાર, 12.39ના વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. સંખ્યાબળ જોતાં ભાજપના ચારેય ઉમેદવારોની જીત નિશ્ચિત મનાઈ રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસનો એક પણ સભ્ય રાજ્યસભામાં નહીં આવે તેવી ઇતિહાસમાં પ્રથમ વખત સ્થિતિ સર્જાશે.