લખનઉ-કાનપુર એક્સપ્રેસ-વે પર સૂકવણી માટે પંખા!
લખનઉ-કાનપુર એક્સપ્રેસ-વે પર સૂકવણી માટે પંખા!
Published on: 06th August, 2026

લખનઉ-કાનપુર એક્સપ્રેસવે પર રિપેરિંગ દરમિયાન રોડ સૂકવવા માટે મોટા પંખા લગાવવાનો વીડિયો વાયરલ થયો છે. આ અંગે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સરકાર પર ટીકા કરી છે. NHAIએ નિર્માણ કંપની PNC ઇન્ફ્રાટેક સામે કાર્યવાહી કરી અધિકારીઓને હટાવ્યા છે. IIT ખડગપુર દ્વારા તપાસના આદેશ અપાયા છે અને સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરી દેવાઈ છે. આ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન 13 જુલાઈના રોજ થયું હતું અને 20 દિવસમાં 5 વખત રસ્તો બેસી ગયો હતો.