માંડલ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિ ચેરમેનની વરણી
માંડલ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિ ચેરમેનની વરણી
Published on: 18th June, 2026

માંડલ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. આજના પ્રથમ સભામાં જિલ્લા ભાજપના મેન્ડેટના આધારે ચેરમેન સહિત વિવિધ સભ્યોની નીમણૂંક કરાઈ. ચેરમેન તરીકે વિજ્યાબેન હિરાભાઈ સોલંકી, સભ્ય તરીકે શૈલેષભાઈ કમાભાઈ ચૌહાણ, કોપ્ટ.સભ્ય તરીકે અમૃતભાઈ વાલ્મિકી અને મહેન્દ્ર વાઘેલાના નામ જાહેર થયા. તાલુકા વિકાસ અધિકારી ભુમિકા પટેલ અને અન્ય અધિકારીઓની હાજરીમાં મત પ્રક્રિયા પૂર્ણ થઈ. આ વરણી બાદ સૌએ શુભેચ્છાઓ પાઠવી.