વડોદરાના કરજણ ધાવટ ચોકડી પાસે બસ સ્ટેશન પર શેડનું નિર્માણ કાર્ય શરૂ
વડોદરાના કરજણ ધાવટ ચોકડી પાસે બસ સ્ટેશન પર શેડનું નિર્માણ કાર્ય શરૂ
Published on: 18th June, 2026

વડોદરાના કરજણ નેશનલ હાઇવે 48 પર ધાવટ ચોકડી ખાતે વડોદરા અને ભરૂચ જતા બંને દિશાના એસટી બસ સ્ટેન્ડ પર શેડ બનાવવાનું કામ શરૂ થયું છે. અહીં રોજ હજારો મુસાફરો, જેમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, તેમને તીવ્ર તાપ અને વરસાદમાં બસની રાહ જોવી પડતી હતી. એક જાગૃત નાગરિકની રજૂઆત અને પ્રેસ મીડિયા દ્વારા થયેલા સમાચારો બાદ આ કામગીરી હાથ ધરાઈ છે, જેનાથી મુસાફરોમાં ખુશીનો માહોલ છે. મુસાફરોએ શૌચાલયની સુવિધાની પણ માંગ કરી છે.