મમતા બેનરજી સાથે થશે મહારાષ્ટ્ર જેવો ખેલ!
મમતા બેનરજી સાથે થશે મહારાષ્ટ્ર જેવો ખેલ!
Published on: 02nd June, 2026

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં આંતરિક વિરોધ પ્રબળ બન્યો છે. સસ્પેન્ડ કરાયેલા નેતા રિજુ દત્તાએ દાવો કર્યો છે કે TMC ના લગભગ 50 ધારાસભ્યો ભેગા થયા છે અને તેઓ TMC ના ચૂંટણી પ્રતીક પર કબજો કરવા માંગે છે. બે ધારાસભ્યોની હકાલપટ્ટી અને ગુપ્ત બેઠકોના સંદર્ભમાં, દત્તાએ જણાવ્યું કે રિતબ્રતા બેનર્જી અને સંદીપન સાહા નામના બે ધારાસભ્યોએ વિધાનસભા સ્પીકરને પત્ર લખીને તેમની સહી નકલી હોવાનો દાવો કર્યો હતો, જેના કારણે તેમને સસ્પેન્ડ કરાયા છે. દત્તાના અનુસાર, રિતબ્રતા બેનર્જીના નેતૃત્વ હેઠળ લગભગ 50 ધારાસભ્યો મળ્યા હતા અને તેઓ સ્પીકરને ત્રણ મુખ્ય મુદ્દાઓ રજૂ કરશે.