સુપ્રીમ કોર્ટનો આદેશથી શિવસેના નગરસેવક રમેશ મ્હાત્રે સહિત ચાર આરોપી જેલ ભેગા
સુપ્રીમ કોર્ટનો આદેશથી શિવસેના નગરસેવક રમેશ મ્હાત્રે સહિત ચાર આરોપી જેલ ભેગા
Published on: 06th October, 2026

ડોમ્બિવલીમાં શાસ્ત્રીનગર હોસ્પિટલમાં ડોક્ટરો પર થયેલા હુમલાના આરોપી શિંદેસેનાના નગરસેવક રમેશ મ્હાત્રે અને અન્ય ત્રણ સહ-આરોપીઓના જામીન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. બોમ્બે હાઇકોર્ટ દ્વારા અપાયેલા જામીન સુપ્રીમે રદ કર્યા હતા. આ ચારેય આરોપીઓએ રવિવારે સરન્ડર કર્યું હતું, ત્યારબાદ તેમને ન્યાયધીશ સમક્ષ રજૂ કરાયા હતા જેમણે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તબીબી સમુદાય પર હુમલા સાંખી લેવામાં આવશે નહીં. રમેશ મ્હાત્રે સામે અગાઉ ૧૯ ગુના નોંધાયેલા છે.