મોર્નિંગ વોકર્સનો વડોદરા પાલિકાને સવાલ
મોર્નિંગ વોકર્સનો વડોદરા પાલિકાને સવાલ
Published on: 27th September, 2026

વડોદરા સમા ફ્લેગ ગાર્ડનમાં પાલિકા દ્વારા લગાવવામાં આવેલા સોલાર ટ્રીના સ્થળ અંગે મોર્નિંગ વોકર્સે પ્રશ્નો ઉઠાવ્યા છે. સોલાર ટ્રી એવી જગ્યાએ મુકાયા છે કે વૃક્ષોની ડાળી-પાંદડાંનો છાંયડો પેનલ પર પડે છે, જેથી પૂરતો સૂર્ય પ્રકાશ મળતો નથી. સામાન્ય રીતે સોલાર પેનલ ખુલ્લી જગ્યામાં લગાવાય છે, પરંતુ અહીં વૃક્ષની નીચે લગાવવાથી વીજ ઉત્પાદન પર અસર થશે. વોકર્સે પૂછ્યું કે, શું હવે આખી જિંદગી વૃક્ષોનું ટ્રિમિંગ જ થશે? અધિકારી જતન બધેકાએ જણાવ્યું કે, જરૂરિયાત મુજબ ટ્રિમિંગ કરાશે.