મહિલાઓએ ઉત્સાહભેર ઉજવ્યું વટ સાવિત્રી વ્રત
મહિલાઓએ ઉત્સાહભેર ઉજવ્યું વટ સાવિત્રી વ્રત
Published on: 30th June, 2026

ગઈ કાલે(૨૯ જૂને) સમગ્ર રાજ્યમાં અખંડ સૌભાગ્યની કામના સાથે વટ સાવિત્રી વ્રતની પરંપરાગત અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પરિણીત મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુ અને સુખ-સમૃદ્ધિ માટે આખો દિવસ ઉપવાસ રાખ્યો હતો. સવારથી જ વડ પૂજન માટે વહેલી સવારથી જ મંદિરો અને સોસાયટીઓમાં મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી.