દ્વાદશ જ્યોતિર્લિંગમાં આઠમા નાગેશ્વર મહાદેવના દર્શન માટે ભાવિકોની ભીડ
દ્વાદશ જ્યોતિર્લિંગમાં આઠમા નાગેશ્વર મહાદેવના દર્શન માટે ભાવિકોની ભીડ
Published on: 13th August, 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પવિત્ર નાગેશ્વર જ્યોતિર્લિંગ ધામમાં શ્રાવણ માસના પ્રારંભ સાથે ભક્તિમય માહોલ સર્જાયો છે. દેશભરમાંથી ભાવિકો મહાદેવના દર્શન અને પૂજન માટે આવી રહ્યા છે, જ્યાં ‘હર હર મહાદેવ’ના જયઘોષ ગુંજી રહ્યા છે. દ્વાદશ જ્યોતિર્લિંગોમાં આઠમા સ્થાને ધાર્મિક મહત્ત્વ ધરાવતા આ મંદિર દેશભરના શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં 85 ફૂટ ઊંચી ભગવાન શિવની વિરાટ પ્રતિમા પણ મુખ્ય આકર્ષણ છે. ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓ ગંગાજળથી અભિષેક કરી શકે છે, જેના માટે ગંગાજળ નિઃશુલ્ક આપવામાં આવે છે.