શ્રાવણ માસમાં ધાર્મિક પ્રવાસોનો ધમધમાટ
શ્રાવણ માસમાં ધાર્મિક પ્રવાસોનો ધમધમાટ
Published on: 13th August, 2026

શ્રાવણ માસની શરૂઆત સાથે સુરતમાં શિવભક્તિનો માહોલ જામેલો છે, અને તેની સાથે ધાર્મિક પ્રવાસોની માંગ વધતા ટ્રાવેલ્સના ધંધામાં રોટેશન વધવાની આશા છે. સુરતીઓ માત્ર બાર મહાદેવના દર્શન માટે જ નહીં, પરંતુ ડાકોર, અંબાજી, શિરડી, નાસિક, અને મહારાષ્ટ્રના પાંચ જ્યોતિર્લિંગ જેવા સ્થળોના પ્રવાસોનું પણ બુકિંગ કરાવી રહ્યા છે. એકથી પાંચ દિવસના ધાર્મિક પ્રવાસોનો વધતો ટ્રેન્ડ નાની-મોટી ટ્રાવેલ્સ ગાડીઓ ચલાવતા ધંધાર્થીઓ માટે રોજગારીનું નવું માધ્યમ બની રહ્યો છે, જેના કારણે શ્રાવણ મહિનો તેમના માટે ધંધામાં તેજી અને રોજગારીનું ચક્ર ફરવાનો બની રહ્યો છે.