ગોધરાના મહાવીર નગર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ
ગોધરાના મહાવીર નગર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ
Published on: 17th July, 2026

ગોધરા શહેરના મહાવીર નગર ખાતે આવેલા ભગવાન મહેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન જગન્નાથની છેલ્લાં 21 વર્ષથી અષાઢી બીજ ના રોજ રથયાત્રા કાઢવામાં આવે છે.ભગવાન સોમનાથની રથયાત્રા તેમના માસી ગુડ્ડિચ ઘરે ભગવાન જગન્નાથ ફરવા જાય છે. નંદીઘોષ રથમાં ભગવાન જગન્નાથ, તાલધ્વજ માં ભાઈ બલરામ તેમજ દર્પ દલન રથમાં બહેન સુભદ્રા પ્રસ્થાન કરે છે અને આ રથ નગરચર્યા માટે નીકળે છે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.