જૂનાગઢમાં શ્રાવણ માસનો પ્રારંભ: શિવાલયોમાં ગુંજશે હર હર મહાદેવનો નાદ
જૂનાગઢમાં શ્રાવણ માસનો પ્રારંભ: શિવાલયોમાં ગુંજશે હર હર મહાદેવનો નાદ
Published on: 13th August, 2026

ગુરુવારથી શ્રાવણ માસ શરૂ થતાં જૂનાગઢના શિવાલયોમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયનો પવિત્ર નાદ ગુંજશે. શહેર અને આસપાસના મંદિરોને રોશનીથી સજાવાયા છે, જેમાં સોમવારે વિશેષ શણગાર કરાશે. ભક્તો જળ, દૂધ, શેરડીના રસ, નાળિયેર પાણી, બિલ્વપત્ર, આમળાની માળા, બીલા અને ફૂલો અર્પણ કરશે. શ્રાવણ માસ દરમિયાન રુદ્રાભિષેક, આરતી, જળાભિષેક અને લઘુરુદ્ર દ્વારા મહાદેવની આરાધના થશે. ભવનાથ, મુચકુંદ, ભૂતનાથ અને સિદ્ધનાથ સહિતના મંદિરોમાં વિશેષ પૂજન-અર્ચનની વ્યવસ્થા ગોઠવાઈ છે.