અમરેલીમાં જન્માષ્ટમી મહોત્સવની તૈયારી
અમરેલીમાં જન્માષ્ટમી મહોત્સવની તૈયારી
Published on: 13th August, 2026

અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા આગામી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી અંગે તૈયારીઓ શરૂ કરાઈ છે. આ સંબંધિત આયોજિત બેઠકમાં વિવિધ કાર્યક્રમો અને ડૉ. પ્રવીણભાઈ તોગડિયાના તા. 22 ઓગસ્ટના જાફરાબાદ, રાજુલા અને મહુવા તાલુકાના પ્રવાસ અંગે ચર્ચા કરવામાં આવી. પ્રવાસ દરમિયાન નવા શરૂ થયેલા હનુમાન ચાલીસા કેન્દ્રોના નામકરણ સહિતના કાર્યક્રમો યોજાશે. તેમજ, હિન્દુ ઘર સંપર્ક અભિયાનને વ્યાપક બનાવી 25 લાખ ઘરો સુધી પહોંચવાનો લક્ષ્યાંક નક્કી કરાયો.