મોરાણા ગામ: પ્રકૃતિ, આસ્થા અને દેશસેવાની ગૌરવગાથા
મોરાણા ગામ: પ્રકૃતિ, આસ્થા અને દેશસેવાની ગૌરવગાથા
Published on: 21st September, 2026

પોરબંદર તાલુકાનું મોરાણા ગામ વર્તુ નદીના કાંઠે વસેલું, પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. જેઠવા દરબારના આ ગામનું નામ રાણા સાહેબ પરથી પડ્યું હોવાનું મનાય છે. અહીં વિંધ્યવાસિની માં અને અંખડેશ્વર મહાદેવ મંદિર આસ્થાના કેન્દ્રો છે. ગામની ખાસિયત દેશસેવા છે, જ્યાં IPS પ્રવિણસિંહ હમીરસિંહ જેઠવા, મેજર જનરલ ચંદ્રસિંહ જેઠવા જેવા અનેક લોકોએ આર્મી અને પોલીસમાં સેવા આપી ગામનું ગૌરવ વધાર્યું છે. ગામમાં સુવિધાયુક્ત આંગણવાડી અને પ્રાથમિક શાળા પણ છે.