વડોદરાના કાલુપુરા રામદેવ પીર મંદિરેથી ભાદરવા સુદ નોમ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી
વડોદરાના કાલુપુરા રામદેવ પીર મંદિરેથી ભાદરવા સુદ નોમ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી
Published on: 21st September, 2026

ભાદરવા સુદ નોમના શુભ દિવસે, કાલુપુરા સ્થિત 150 વર્ષ જૂના રામદેવ પીર મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. આ યાત્રામાં 3 હજારથી વધુ ભક્તો જોડાયા અને ભક્તિગીતો સાથે ભગવાન રામદેવપીરજીના જયઘોષ સાથે નગરયાત્રા પૂર્ણ કરી. શહેરીજનોએ 25થી વધુ સ્થળે સ્વાગત કરીને વર્ષોની પરંપરા નિભાવી. શોભાયાત્રામાં 20થી વધુ નેજાનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે 15 થી 18 ફૂટ ઊંચા હતા અને વિવિધ રંગો તેમજ ચિહ્નોથી સુશોભિત હતા.