સિદ્ધપુરમાં માતૃગયા તીર્થ ખાતે શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ
સિદ્ધપુરમાં માતૃગયા તીર્થ ખાતે શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ
Published on: 27th September, 2026

પાટણ જિલ્લાના પ્રસિદ્ધ માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં ભાદરવી પુનમથી માતૃ તર્પણ વિધિનો વિધિવત પ્રારંભ થયો છે. આ પવિત્ર સ્થળે દેશ-વિદેશથી લોકો પોતાના માતૃઓના આત્માની શાંતિ અને મોક્ષ માટે આવે છે. બિંદુ સરોવર ખાતે સરકાર દ્વારા નિર્મિત રિવરફ્રન્ટ અને નદી કાંઠે માતૃ તર્પણ વિધિ માટે ખાસ સુવિધા ઊભી કરાઈ છે. આગામી ૧૬ દિવસ સુધી ચાલનારા આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ૧૪૦ જેટલા તીર્થગોર ભુદેવો વૈદિક મંત્રોચ્ચાર સાથે માતૃશ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન જેવી ધાર્મિક વિધિઓ સંપન્ન કરાવશે.