વિરમગામમાં શાસન દેવની ભવ્ય શોભાયાત્રા
વિરમગામમાં શાસન દેવની ભવ્ય શોભાયાત્રા
Published on: 21st September, 2026

વિરમગામ શહેરમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી નિમિત્તે શાંતિનાથ જીનાલયથી શાસન દેવની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તપસ્વીઓના પારણા બાદ નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા. ઘોડા, ચાંદીનો રથ, સ્વપ્નોની ઝાંખી, ઊંટગાડી, બગીઓ, બેન્ડ-વાજા સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. શહેરના માર્ગોની સ્થિતિના કારણે રથને પસાર કરવામાં કેટલીક મુશ્કેલી આવી હતી.