ISRO અમદાવાદ દ્વારા સેટેલાઈટ આધારિત એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ
ISRO અમદાવાદ દ્વારા સેટેલાઈટ આધારિત એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ
Published on: 16th July, 2026

વૈશ્વિક ક્લાયમેટ ચેન્જ અને વાયુ પ્રદૂષણ સામે લડવા માટે ISROના અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર દ્વારા G20 સેટેલાઇટ મિશન વિકસાવવામાં આવી રહ્યું છે. આ મિશન ખાસ કરીને વૈશ્વિક હવામાન અને હવાની ગુણવત્તા પર સચોટ દેખરેખ રાખવા ડિઝાઇન કરાયું છે. આ પહેલ પ્રદૂષણના સોર્સને લાઇવ ટ્રેક કરશે, જે અત્યાર સુધી પ્રદૂષણ વધ્યા બાદ એલર્ટ મળતા હતા તેનાથી વિપરીત છે. આગામી 5 વર્ષમાં આ ટેક્નોલોજી ભારતમાં પબ્લિક હેલ્થ સુધારવા અને ટાઉન પ્લાનિંગમાં ગેમ-ચેન્જર સાબિત થશે.