અમેરિકામાં AI ને કારણે રેકોર્ડ છટણી ટેક સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયું
અમેરિકામાં AI ને કારણે રેકોર્ડ છટણી ટેક સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયું
Published on: 08th June, 2026

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની અસર હવે માત્ર કામ કરવાની રીત જ નહીં પરંતુ, નોકરીઓ પર પણ પડી રહી છે. અમેરિકામાં ૨૦૨૬ દરમિયાન જાહેર કરવામાં આવેલી છટણીઓમાં એઆઈ સૌથી મોટું કારણ બની ગયું છે. રિપોર્ટ મુજબ, કંપનીઓ દ્વારા કર્મચારીઓની છટણી માટે એઆઈનો ઉલ્લેખ સતત ત્રીજા મહિને સૌથી વધુ કરવામાં આવ્યો છે. જાણીતી કંપનીના આંકડા મુજબ, મે ૨૦૨૬માં અમેરિકન કંપનીઓએ કુલ ૯૭,૦૦૬ નોકરીઓ ઘટાડવાની જાહેરાત કરી હતી.