એશિયન ગેમ્સ 2026નો જાપાનમાં ભવ્ય પ્રારંભ
એશિયન ગેમ્સ 2026નો જાપાનમાં ભવ્ય પ્રારંભ
Published on: 19th September, 2026

જાપાનના નાગોયામાં 20મી એશિયન ગેમ્સનો રંગારંગ પ્રારંભ થયો છે, જ્યાં જાપાનના સમ્રાટ નારુહિતોએ રમતોત્સવની સત્તાવાર શરૂઆત કરી. ભારતીય દળનું નેતૃત્વ નિશાનેબાજ મનુ ભાકર અને કબડ્ડી ખેલાડી પવન સેહરાવતે કર્યું. આ ભવ્ય સમારોહમાં બંને ખેલાડીઓ હાથમાં તિરંગો લઈને ગર્વ સાથે આગળ વધ્યા. ભારત આ વખતે 36 રમતોમાં 501 સભ્યોની વિશાળ ટુકડી સાથે મેદાનમાં ઉતર્યું છે, જે ગયા વર્ષના પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનને પાર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.