અફઘાનને હરાવીને પણ ભારત T20I નંબર-1 રેન્કિંગ ગુમાવ્યું
અફઘાનને હરાવીને પણ ભારત T20I નંબર-1 રેન્કિંગ ગુમાવ્યું
Published on: 20th September, 2026

ICC T20I Team Rankings માં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. ઇંગ્લેન્ડે શ્રીલંકાને 3-0 થી હરાવીને ભારત પાસેથી નંબર-1 નો તાજ છીનવી લીધો છે. હાલમાં, ઇંગ્લેન્ડ અને ભારત બંનેના 269 રેટિંગ્સ હોવા છતાં, શ્રેષ્ઠતાના આધારે ઇંગ્લેન્ડ પ્રથમ સ્થાને છે. ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 3-0 થી હરાવ્યું હતું, પરંતુ જૂના પરિણામોની અસર રેન્કિંગ પર પડી છે. ભારતીય ટીમ 22 સપ્ટેમ્બરે ફરી નંબર-1 બનવા પ્રયાસ કરશે.