વડોદરાની ઓટો ડ્રાઈવરની દીકરી હિમાની હિરાનીએ તુર્કીમાં જીત્યો ગોલ્ડ મેડલ
વડોદરાની ઓટો ડ્રાઈવરની દીકરી હિમાની હિરાનીએ તુર્કીમાં જીત્યો ગોલ્ડ મેડલ
Published on: 22nd September, 2026

વડોદરાની ઓટો ડ્રાઈવર પ્રકાશભાઈની દીકરી હિમાની હિરાનીએ તુર્કીમાં યોજાયેલી ઈન્ટરનેશનલ રેસલિંગ સ્પર્ધામાં અંડર-71 kg કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું ગૌરવ વધાર્યું છે. ફાઈનલમાં હિમાનીએ રશિયન ખેલાડીને હરાવી આ યાદગાર સિદ્ધિ મેળવી. "દંગલ" ફિલ્મથી પ્રેરિત થઈને હિમાની અને તેની બહેન મેઘાએ કુસ્તીને કારકિર્દી તરીકે પસંદ કરી. માતા-પિતાના સહકારથી બંને બહેનોએ કુસ્તીમાં તાલીમ શરૂ કરી. વડોદરા પરત ફર્યા બાદ હિમાનીનું ભવ્ય સ્વાગત થયું. હવે તેની નજર 2026માં યુએસએમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશીપ પર છે.