BRICS સંમેલન વચ્ચે ભારત-અફઘાનિસ્તાન T20 મેચની તારીખ યથાવત
BRICS સંમેલન વચ્ચે ભારત-અફઘાનિસ્તાન T20 મેચની તારીખ યથાવત
Published on: 10th September, 2026

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 સપ્ટેમ્બરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાનારી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચને ખસેડવાની અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. BRICS સંમેલન દરમિયાન VVIP મૂવમેન્ટ અને દર્શકોની ભીડને કારણે દિલ્હી ટ્રાફિક પોલીસે મેચ રીશિડ્યૂલ કરવાની વિનંતી કરી હતી. જોકે, DDCA અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલી બેઠક બાદ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનું આશ્વાસન મળતાં મેચ તેના નિર્ધારિત સમયે જ રમાશે. ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણી 13 થી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.