છોટાઉદેપુરના કેવડી ખાતે યુવાઓ માટે પર્વતારોહણ તાલીમ શિબિર-26નું સફળ સમાપન થયું
છોટાઉદેપુરના કેવડી ખાતે યુવાઓ માટે પર્વતારોહણ તાલીમ શિબિર-26નું સફળ સમાપન થયું
Published on: 26th September, 2026

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા છોટાઉદેપુરના કેવડી પરિસરમાં 13 થી 45 વર્ષના યુવાઓ માટે બિનનિવાસી પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. ઇન્સ્ટ્રક્ટર ઘનશ્યામસિંહ સોલંકી અને તેમની ટીમે યુવાઓને પર્વતારોહણ માટે જરૂરી સાધનો અને રેપલિંગ, કમાન્ડો બ્રિજ જેવી સાહસિક પ્રવૃત્તિઓનું પ્રાયોગિક જ્ઞાન આપ્યું. સમાપન પ્રસંગે મદદનીશ કલેક્ટર અને વન વિભાગના અધિકારીઓએ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કર્યા.