છોટાઉદેપુરના નસવાડીના ક્રિસ પટેલે રાષ્ટ્રીય ગોલ શોટ બોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું
છોટાઉદેપુરના નસવાડીના ક્રિસ પટેલે રાષ્ટ્રીય ગોલ શોટ બોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું
Published on: 16th July, 2026

છોટાઉદેપુરના નસવાડીના ક્રિસ પટેલે પંજાબના તલવાડા ખાતે યોજાયેલ 4થી જુનિયર નેશનલ ગોલ શોટ બોલ ચેમ્પિયનશિપ (2026-27) માં ગુજરાતનું નામ રોશન કર્યું. ગુજરાતની ટીમ તરફથી રમતા, ક્રિશે શાનદાર પ્રદર્શન કરીને ટીમને ટોપ-8 માં સ્થાન અપાવ્યું. ક્રિશ હાલ પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો છે. તેની આ સફળતામાં તેના કોચ વિજય વસાવા અને પરિવારનો ફાળો મહત્વનો રહ્યો છે.