એશિયા કપમાં ભારતે થાઈલેન્ડને 94 રનથી હરાવ્યું
એશિયા કપમાં ભારતે થાઈલેન્ડને 94 રનથી હરાવ્યું
Published on: 31st August, 2026

ભારતીય Women's cricket ટીમે એશિયા કપમાં શાનદાર શરૂઆત કરી છે. રવિવારે થાઈલેન્ડ સામે 94 રનથી વિજય મેળવ્યો. દુબઈમાં થાઈલેન્ડ 160 રનનો પીછો કરતા 65 રનમાં ઓલઆઉટ થયું. 150મી મેચ રમી રહેલી દીપ્તિ શર્માએ 3 વિકેટ લીધી અને કોઈ રન આપ્યો નહીં, જેના કારણે તે Women's T20 International ની ટોપ વિકેટટેકર બની. શેફાલી શર્માએ 64 રન બનાવ્યા. ભારતીય ટીમ હવે 5 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે.