લંગડી: ભારતીય પરંપરાગત રમતનો પ્રાચીન ઉદ્ભવ અને વિકાસ
લંગડી: ભારતીય પરંપરાગત રમતનો પ્રાચીન ઉદ્ભવ અને વિકાસ
Published on: 29th August, 2026

લંગડી, ભારતની એક અતિ લોકપ્રિય અને પ્રાચીન પરંપરાગત રમત છે, જેનો ઉદ્ભવ પ્રાચીન ભારતમાં થયો હોવાનું મનાય છે. મુખ્યત્વે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રચલિત આ રમત બાળકોમાં શારીરિક સ્ટેમિના, એકાગ્રતા અને સંતુલન વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. 1935માં `હનુમાન વ્યાયામ પ્રસારકમંડળ' દ્વારા તેના નિયમો ઘડવામાં આવ્યા અને 1993માં `લંગડી સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા'ની સ્થાપના થઈ, જેણે આ રમતને શાળાકીય અને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડી.