પાકિસ્તાની કોચ માઇક હેસન પર 'ભારતીય એજન્ટ' હોવાનો ગંભીર આક્ષેપ
પાકિસ્તાની કોચ માઇક હેસન પર 'ભારતીય એજન્ટ' હોવાનો ગંભીર આક્ષેપ
Published on: 10th September, 2026

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ કેપ્ટન રાશિદ લતીફે પાકિસ્તાની ટીમના વચગાળાના રેડ-બૉલ કોચ માઇક હેસન પર ગંભીર આરોપો લગાવ્યા છે. લતીફે હેસનને 'ભારતીય એજન્ટ' ગણાવીને પાકિસ્તાની ક્રિકેટને નુકસાન પહોંચાડવાનો ઈશારો કર્યો છે. તેમણે હેસનના ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સાથેના જોડાણ અને ભારતમાં વિતાવેલા સમયનો હવાલો આપ્યો હતો. જોકે, લતીફે પોતાના આ દાવા પાછળ કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા નથી, જેને કારણે આ નિવેદન માત્ર અટકળો અને કલ્પના આધારિત માનવામાં આવી રહ્યું છે.