એશિયા કપમાં ભારતનો દબદબો: 10મી વખત ફાઇનલમાં પ્રવેશ
એશિયા કપમાં ભારતનો દબદબો: 10મી વખત ફાઇનલમાં પ્રવેશ
Published on: 11th September, 2026

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપની સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 40 રનથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. આ જીત સાથે, ટીમ ઇન્ડિયાએ સતત 10મી વખત ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરીને પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો. શેફાલી વર્માએ 64 રનની અણનમ ઇનિંગ્સ રમી, જેના કારણે ભારતે 149 રન બનાવ્યા. જવાબમાં, બાંગ્લાદેશ 20 ઓવરમાં 7 વિકેટે 109 રન બનાવી શકી. દીપ્તિ શર્માએ 3 વિકેટ લઈને ભારતની જીતમાં મહત્વનો ફાળો આપ્યો.