મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધો સંન્યાસ
મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધો સંન્યાસ
Published on: 31st August, 2026

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેમણે એક ઇન્સ્ટા પોસ્ટ દ્વારા જણાવ્યું કે હવે તેઓ રાષ્ટ્રીય ટીમની જર્સી નહીં પહેરે. વર્લ્ડ કપ ફાઇનલમાં સ્પેન સામે મળેલી હાર બાદ આ નિર્ણય અત્યંત મુશ્કેલ અને દર્દનાક રહ્યો છે. દેશ માટે સર્વસ્વ આપ્યા બાદ તેમને લાગે છે કે હવે આગળ આપવા માટે તેમની પાસે કંઈ બચ્યું નથી. આ ભાવુક વિદાય સંદેશ સાથે એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે.