રાજપીપળા સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનો ઉત્સાહપૂર્ણ પ્રારંભ
રાજપીપળા સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનો ઉત્સાહપૂર્ણ પ્રારંભ
Published on: 07th October, 2026

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ્ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર નર્મદા તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, નર્મદા દ્વારા રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ રમતોત્સવનો પ્રારંભ જિલ્લા રમત ગમત અધિકારી અને રાષ્ટ્રીય વિજેતા તિરંદાજ દિનેશભાઈ ભીલના હસ્તે થયો. અંડર-9 થી ઓપન કેટેગરી સુધીના લગભગ 700થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો. આંતરરાષ્ટ્રીય કક્ષાના સિન્થેટિક ટ્રેક પર ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી.