સુરત માન દરવાજા મંદિર ડિમોલિશન
સુરત માન દરવાજા મંદિર ડિમોલિશન
Published on: 07th October, 2026

સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી મંદિર ડિમોલિશન કામગીરી વખતે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો. મંદિર તોડવાની તજવીજ શરૂ થતાં જ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને પાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓને ઘેરી લીધા. આ ઘટનામાં સ્થાનિકો અને પાલિકાના સ્ટાફ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પરિસ્થિતિ વણસતાં પોલીસે દરમિયાનગીરી કરી લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો. આ કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ છે.