VMC ના બે પશુ આશ્રય કેન્દ્રની કામગીરી આઉટસોર્સ
VMC ના બે પશુ આશ્રય કેન્દ્રની કામગીરી આઉટસોર્સ
Published on: 07th October, 2026

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ના ખટંબા-1 અને ખાસવાડી પશુ આશ્રય કેન્દ્રની કામગીરી આઉટસોર્સ કરવા માટે દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે. આ કામગીરી માટે માધુરી એજ્યુકેશન ટ્રસ્ટે બંને કેન્દ્રો માટે સૌથી ઓછો ભાવ રજૂ કર્યો છે. ખટંબા-1 માટે વાર્ષિક રૂ.65.38 લાખ અને ખાસવાડી માટે વાર્ષિક રૂ.50.52 લાખનું ભાવપત્રક રજૂ થયું છે. મંજૂરી મળ્યા બાદ આ સંસ્થા પશુઓની દેખરેખ, સ્વચ્છતા, સારવાર અને સ્થળાંતર જેવી તમામ જવાબદારી સંભાળશે, જેના પર કુલ રૂ.1.15 કરોડનો ખર્ચ થશે.