ટીમ ઈન્ડિયા કોની સાથે ટકરાશે અને ક્યારે રમાશે સેમિફાઈનલ?
ટીમ ઈન્ડિયા કોની સાથે ટકરાશે અને ક્યારે રમાશે સેમિફાઈનલ?
Published on: 09th September, 2026

મહિલા એશિયા કપ 2026ની સેમિફાઈનલ મેચોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં બાંગ્લાદેશે UAEને 34 રનથી હરાવીને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે, ટીમ ઈન્ડિયાનો સામનો 10 સપ્ટેમ્બરના રોજ બાંગ્લાદેશ સામે થશે. પહેલી સેમિફાઈનલ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 8 કલાકે રમાશે. જ્યારે બીજી સેમિફાઈનલમાં શ્રીલંકા અને પાકિસ્તાન ટકરાશે. બંને મેચોની વિજેતા ટીમ 13 સપ્ટેમ્બરે ફાઈનલમાં ટ્રોફી માટે લડશે.