NSE IPO ને SEBI ની મંજૂરી
NSE IPO ને SEBI ની મંજૂરી
Published on: 04th September, 2026

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના IPO ને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી મંજૂરી મળી ગઈ છે. લગભગ 10 વર્ષની લાંબી રાહ બાદ, NSE નો IPO ટૂંક સમયમાં જ ખુલશે અને BSE પર લિસ્ટ થશે. સૂત્રો અનુસાર, 11 સપ્ટેમ્બરે પ્રાઇસ બેન્ડની જાહેરાત થઈ શકે છે અને આ મહિનાના અંત સુધીમાં લિસ્ટિંગની શક્યતા છે. આ IPO લગભગ ₹30,000 કરોડનો હશે, જે તેને અત્યાર સુધીનો સૌથી મોટો IPO બનાવી શકે છે. આ ઓફર સંપૂર્ણપણે 'ઓફર ફોર સેલ' (OFS) હેઠળ આવશે.