કન્ઝયુમર, બેંકિંગ શેરો તૂટતાં સેન્સેક્સ 852 પોઈન્ટ તૂટી
કન્ઝયુમર, બેંકિંગ શેરો તૂટતાં સેન્સેક્સ 852 પોઈન્ટ તૂટી
Published on: 24th April, 2026

ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી યથાવત રહેતા વૈશ્વિક સ્તરે ઈંધણ સંકટ ઘેરું બન્યું છે. ક્રુડ ઓઈલના ભાવ વધવાની અને પુરવઠો ખોરવાવાની દહેશતે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો નોંધાયો છે, જેમાં ઓટોમોબાઈલ સેક્ટરના શેરો સૌથી વધુ પ્રભાવિત થયા છે. આગામી દિવસોમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ ₹૨૫ સુધીના જંગી વધારાની શક્યતા સેવાઈ રહી છે. આ અનિશ્ચિતતાને કારણે રોકાણકારોમાં ફફડાટ છે અને બજારમાં નરમાઈ જોવા મળી રહી છે.