IPO લિસ્ટિંગમાં અસાધારણ પ્રીમિયમ
IPO લિસ્ટિંગમાં અસાધારણ પ્રીમિયમ
Published on: 29th August, 2026

તાજેતરમાં IPO બાદ શેરનું ૧૦૦ ટકાથી વધુ પ્રીમિયમ પર લિસ્ટિંગ થતાં બજાર નિષ્ણાતોમાં શંકા પ્રવર્તી રહી છે. ઘણા IPOsને અસાધારણ રીતે ઓવરસબ્સ્ક્રાઇબ કરવામાં આવી રહ્યા છે, જેના પગલે લિસ્ટિંગ વખતે પણ ભારે તેજી જોવા મળી રહી છે. કંપનીઓના ફંડામેન્ટલ વેલ્યુએશન કરતાં પણ ઊંચા ભાવે શેરો લિસ્ટ થઈ રહ્યા છે, જે સટ્ટાકીય પ્રવૃતિનો સંકેત આપે છે. રોકાણકારોએ લલચાઈને તાત્કાલિક ખરીદી કરતાં પહેલાં સાવચેત રહેવું જોઈએ અને કંપનીના ફંડામેન્ટલ્સ તપાસવા જોઈએ.