IT અને બેંકિંગ શેરોની આગેવાનીમાં શેરબજારમાં તેજી
IT અને બેંકિંગ શેરોની આગેવાનીમાં શેરબજારમાં તેજી
Published on: 29th August, 2026

અમેરિકી શેરબજારમાં IT શેરોમાં તેજીને પગલે ભારતીય બજારોમાં પણ IT અને બેંકિંગ શેરોમાં ખરીદી જોવા મળી. સેન્સેક્સ ૩૩૧ પોઈન્ટ વધીને ૭૭૨૬૫ પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી ૮૫ પોઈન્ટ વધીને ૨૪૧૭૬ પર પહોંચ્યો. ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, જ્યારે સ્મોલ અને મિડ-કેપ શેરોમાં તેજી રહી. FPIs/FIIsએ રૂ. ૫૦૪૦ કરોડની ચોખ્ખી વેચવાલી કરી, જ્યારે DIIsએ રૂ. ૫૧૮૪ કરોડની ખરીદી કરી. રોકાણકારોની સંપત્તિ રૂ. ૧.૨૮ લાખ કરોડ વધી.