કોલંબિયામાં 7.4ની તીવ્રતાના ભૂકંપથી ભારે વિનાશ, અનેક ઇમારતો ધરાશાયી, 47થી વધુ લોકોના મોત
કોલંબિયામાં 7.4ની તીવ્રતાના ભૂકંપથી ભારે વિનાશ, અનેક ઇમારતો ધરાશાયી, 47થી વધુ લોકોના મોત
Published on: 10th August, 2026

કોલંબિયામાં 7.4ની તીવ્રતા ધરાવતો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે મેડેલિન, બોગોટા અને કેલી જેવા અનેક શહેરોમાં ધરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપનું કેન્દ્ર ચોકો ક્ષેત્રમાં 'સેન જોસ ડેલ પાલમાર' પાસે 82 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ભૂકંપના કારણે અત્યારસુધીમાં 47 લોકોના મોત થયા છે અને અનેક ઇમારતો ધરાશાયી થઈ છે. લોકોમાં ભયનો માહોલ છે અને સુરક્ષા માટે ઇમારતો ખાલી કરાવવામાં આવી રહી છે.