જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસની કલેક્ટરને માંગ
જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસની કલેક્ટરને માંગ
Published on: 24th August, 2026

જામનગર જિલ્લામાં 71% વરસાદની ઘટ નોંધાતા ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કોંગ્રેસે કરી છે. જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયાના નેતૃત્વ હેઠળ કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે વરસાદના અભાવે પાકને નુકસાન થવાની ભીતિ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી, ઘાસચારાની અછત સર્જાઈ શકે છે. ખેડૂતોની આર્થિક સ્થિતિને બચાવવા સરકાર તાત્કાલિક સર્વે કરાવી રાહત સહાય પૂરી પાડે.