નવસારીમાં આકાશમાંથી આફત!
નવસારીમાં આકાશમાંથી આફત!
Published on: 23rd July, 2026

છેલ્લા 4-5 દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નવસારી અને વલસાડ જિલ્લામાં અનેક વિસ્તારો જળમગ્ન થયાં છે. 23 જુલાઈએ નવસારીના ખેરગામમાં 16 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે ગણદેવી અને ચીખલીમાં 2 કલાકમાં 8-8 ઇંચ વરસાદ પડ્યો. અવિરત વરસાદથી નવસારી બેટમાં ફેરવાયું છે અને નદીઓ બે કાંઠે વહી રહી છે. ચીખલીમાં કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જેમાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબી ગયું. મુસળધાર વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ થયો અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે.