કચ્છના બન્નીમાં દુષ્કાળ: મોંઘી ભેંસો ભૂખમરાનો શિકાર
કચ્છના બન્નીમાં દુષ્કાળ: મોંઘી ભેંસો ભૂખમરાનો શિકાર
Published on: 16th July, 2026

કચ્છના બન્ની પંથકમાં વરસાદના અભાવે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે પશુઓ ભૂખમરાનો શિકાર બની રહ્યા છે. અત્યાર સુધીમાં માત્ર 2% જ વરસાદ થયો છે, જ્યારે બન્ની વિસ્તારમાં તો હજુ વરસાદ પડ્યો જ નથી. પ્રખ્યાત બન્ની નસલની ભેંસો, જેની કિંમત લાખો રૂપિયામાં છે, તે આજે ઘાસ અને પાણી માટે વલખાં મારી રહી છે. ચરિયાણ સાવ ખતમ થઈ ગયું છે અને દૂધ ઉત્પાદનમાં 50% ઘટાડો થયો છે. ઘાસચારાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેથી પશુઓને જીવતા રાખવા મુશ્કેલ બન્યું છે. સરાડા ગામમાં છેલ્લા 5 દિવસથી પાણીની પણ અછત છે.